ધી હેલ્પીંગ હેન્ડસ ક્રિશ્ચયન ચેરીટેબલ ટ્રસ્ટ- અમદાવાદની મણીનગર બ્રાંચ દ્વારા આર્થીક રીતે નબળા વિદ્યાર્થીઓને નોટો અને ચોપડા વિતરણ અને શિક્ષણ સહાયનો કાર્યક્રમ - હેલ્પીંગ હેન્ડસ ક્રિશ્ચયન ચેરીટેબલ ટ્રસ્ટ- અમદાવાદની મણીનગર બ્રાંચ દ્વારા વર્ષ ૨૦૧૪ના શૈક્ષણિક વર્ષ માટે સમાજના જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને નોટો-ચોપડા અને રોકડ શૈક્ષણિક સહાય આપવાનો કાર્યક્રમ તા. ૭/૬/૧૪ના રોજ સાંજ ૪:૦૦ કલાકે ધી સાલ્વેશન આર્મી ચર્ચ- મણીનગર ખાતે શ્રી ખુશાલભાઇ બી. મકવાણા- પેટલાદ કે જેઓ અમેરીકા સ્થાયી થયેલ છે અને હાલ વતનમાં આવેલ છે તેઓના મુખ્ય મહેમાન પદે યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં ટ્રસ્ટ પ્રમુખ સિલાસભાઇ મેકવાન, ટ્રસ્ટ સેક્રેટરી શ્રી એડવીન મેકવાન તથાટ્રસ્ટી મંડળના સભ્યો, સાલ્વેશન આર્મી ચર્ચ મણીનગરના પાળકકેપ. મહેશ પરમારઅમદાવાદની જુદી-જુદી બ્રાંચના પ્રમુખ સેક્રેટરી અને અન્ય આમંત્રિત મહેમાનો હાજર રહેલ હતા. હાજર રહેલ તમામ મહેમાનોનું શબ્દો સાથે ફુલો આપીને બ્રાંચ દ્વારા આવકાર કરવા સાથે આ કાર્યક્રમમાં નાણાંકીય સહાય પુરી પાડનારા તમામ દાતામિત્રોનો આભાર માનવામા આવ્યો. તે સાથે હેલ્પીંગ હેન્ડસ મણીનગર શાખાના તમામ કારોબારી સભ્યોની કામગીરીને શાખા પ્રમુખ દ્વારા બીરદાવીને દરેક કારોબારી સભ્યનું આભારની લાગણી સાથે ફુલોથી વ્યકિતગત બહુમાન કરવામાં આવ્યુ. આ કાર્યક્રમ માટે નીચેના દાતામિત્રો તરફ્થી દાન મળેલ છે.
(૧) શ્રી ખુશાલભાઇ મકવાણા | રૂ.૧૦,૦૦૦/- |
(૨) શ્રી સેમસન એલ. ક્રિશ્ચયન | રૂ. ૮૦૦૦/- |
(૩) શ્રી વિક્ટર એમ. ચૌહાણ | રૂ. ૩૦૦૦/- |
(૪) સુવાર્તા મધુસુદન મહેતા | રૂ. ૧૫૦૦/- |
(૫) શ્રીમતી લીલાબેન પ્રવાસી | રૂ. ૧૦૦૦/- |
(૬) શ્રી રોબિન્સન દામેશા | રૂ. ૧૦૦૦/- |
(૭) શ્રી માયકલ જે. દાસ | રૂ. ૧૦૦૦/- |
(૮) શ્રી પ્રેયરસન ઇવેન્જલીટર દેવદુત | રૂ. ૧૦૦૦/- |
(૯) શ્રીમતી એલીઝાબેથ સિલાસ મેકવાન | રૂ. ૧૦૦૦/- |
(૧૦) શ્રી અંબાલાલભાઇ પરમાર | રૂ.૧૦૦૦/- |
(૧૧) શ્રી એડવીન એફ પરમાર | રૂ.૧૦૦૦/- |
(૧૨) શ્રી જોન યુ. રાઠોડ | રૂ.૧૦૦૦/- |
(૧૩) શ્રી કાંતીલાલ પી. મેકવાન | રૂ.૧૦૦૦/- |
(૧૪) ભરતભાઇ ડી. પરમાર | રૂ.૧૦૦૦/- |
(૧૫) શ્રી જેકવીલીન ક્રિશ્ચયન | રૂ.૧૦૦૦/- |
(૧૬) શ્રી ઓલીવર ડી. પામર | રૂ.૧૦૦૦/- |
(૧૭) શ્રીમતી સરોજીની ક્રિશ્ચયન | રૂ.૫૦૦/- |
ઉપર પ્રમાણે કુલ રૂ. ૩૫૦૦૦/- શિક્ષણ સહાય પેટે દાન મળેલ છે.
ત્યારબાદ ટુંકી ભક્તિસભા ચલાવવામાં આવી જેમાં કેપ. મહેશ પરમાર સાહેબે બાઇબલમાંથી બાળકોને ઉતેજનદાયક વચનોનુ મનન કરાવી પ્રોત્સાહિત કર્યા હતા. ટ્રસ્ટ પ્રમુખ શ્રી સીલાસભાઇ મેકવાને પણ પ્રસંગોચિત ઉદબોધન કરેલ હતુ. ત્યારબાદ કુલ-૧૪૧ વિદ્યાર્થીઓને રૂ. ૧૯,૨૫૦/- ના નોટો અને ચોપડા વિતરણની કાર્યવાહી કરવામાં આવી જેમાં ધોરણ-૪ સુધીનાં ૪૨ વિદ્યાર્થીઓને અડધો ડઝન નોટબુકનુ વિતરણ કરવામાં આવ્યુ જ્યારે ધોરણ-૪ થી ઉપરની કક્ષામાં અભ્યાસ કરતા કુલ૯૯ વિદ્યાર્થીઓને એક ડઝન ચોપડાનુ વિતરણ કરવામાં આવ્યુ. તે સાથે નીચે પ્રમાણે શૈક્ષણીક સહા કરવામાં આવી.
(૧) ધોરણ ૧ થી ૫ સુધીના ૧૩ વિદ્યાર્થીઓને દરેકને | રૂ. ૫૦૦/- કુલ રૂ. ૬૫૦૦/- |
(૨) ધોરણ ૬ થી ૯ સુધીના ૪ વિદ્યાર્થીઓને દરેકને | રૂ. ૭૫૦/- કુલ રૂ. ૩૦૦૦/- |
(૩) ધોરણ ૧૦ થી ૧૨ સુધીના ૬ વિદ્યાર્થીઓને દરેકને | રૂ. ૧૦૦૦/- કુલ રૂ. ૬૦૦૦/- |
(૪) ગ્રેજ્યુએટ/નર્સિંગમાં અભ્યાસ કરતા ૬ વિદ્યાર્થીઓને દરેકને | રૂ. ૧૫૦૦/- કુલ રૂ.૯૦૦૦/- |
(૫) પોસ્ટ ગ્રેજ્યુએટમાં અભ્યાસ કરતા ૩ વિદ્યાર્થીઓને દરેકને | રૂ. ૨૫૦૦/- કુલ રૂ. ૭૫૦૦/- |
ઉપર પ્રમાણે નોટો-ચોપડા અને શૈક્ષણિક સહાયના મળીને કુલ રૂ. ૫૧,૨૫૦/-ની સહાય વિદ્યાર્થીઓને આપવામાં આવી. છેલ્લે આ કાર્યક્રમમાં સીધી કે આડકતરી રીતે મદદરૂપ બનનારા સંબંધકર્તા સર્વનો આભાર માની આર્શિવચન સાથે કાર્યક્રમ પુરો કરવામાં આવ્યો.