call us now

9328925734

તા. 22-09-2024 ના રોજ રવિવારે બપોરે 3:00 કલાકે એલીમ મેથોડીસ્ટ ચર્ચ હોલ, નડિયાદ ખાતે "હેલ્પીંગ હેન્ડ્સ" નડિયાદ બ્રાન્ચ દ્વારા આયોજિત "૨૩ મો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભ" કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના આયોજકો દ્વારા મને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આવા ઉમદા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું મને સન્માન પ્રાપ્ત થયું હતું. સારા સમાજની ઉન્નતિ અને ઘડતર માટે આપણી આવનાર પેઢીને પ્રોત્સાહન, માર્ગદર્શન તેમજ યોગ્ય મદદ મળી રહે તે હેતુસર આપણી સંસ્થાઓ દ્વારા આવા ઉત્તમ કાર્યક્રમોનું આયોજન થતું રહે તે ખૂબ જરૂરી છે. કાર્યક્રમના હાજર મુખ્ય મહેમાનોમાં શ્રી. એડવીનભાઈ ક્રિશ્ચિયન (ટ્રસ્ટ પ્રમુખ-અમદાવાદ), રેવ. અરનેસ્ટભાઈ ક્રિશ્ચિયન (ઈલીમ મેથોડીસ્ટ ચર્ચ) તેમજ શ્રી અશ્વિનભાઈ પરમાર (સમાજ કલ્યાણ અધિકારી) ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. તેજસ્વી તારલાઓનું બેગ, બાઇબલ અને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. હાજર મુખ્ય મહેમાનોના વક્તવ્ય દ્વારા વિદ્યાર્થીઓને ઉત્તમ જ્ઞાન અને સંદેશા પ્રાપ્ત થયા હતા. હેલ્પીંગ હેન્ડ્સ સંસ્થા બેનર હેઠળ આવા ઉત્તમ કાર્યક્રમનું આયોજન કરવા બદલ સર્વ આયોજકોને ધન્યવાદ અને પુષ્કળ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.