ખ્રિસ્તી સમાજના જુવાન દીકરા દીકરીઓ જીવનમા આગળ વધે, તેમના થકી એક સુખી અને તંદુરસ્ત સમાજની રચના થાય તે માટે વિધવિધ પ્રયત્નો કરવામાં આવે છે. હેલ્પીંગ હેન્ડ્સ સંસ્થા પાત્રીસ વર્ષથી આ મહાન કાર્યમાં જોતરાયેલી રહી છે.
ખ્રિસ્તી સમાજના હોશિયાર અને તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓએ ઉચ્ચ સફળતા મેળવી છે. તેઓને ચાંદીના મેડલ આપી જાહેરમાં તેઓનું બહુમાન કરવામાં આવે છે. તા.૨/૧૦/૨૦૧૪ ને ગુરુવારે સાંજે ૩:૦૦ કલાકે બેઉલાહ અલાયન્સ ચર્ચ મણિનગર ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓએ તેમના વાલીઓ સાથે ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ સફળ થાય તે માટે USA. ખાતે રેહતા આપણા દાતા મિત્ર મી. એન્ડ। મીસીસ સ્ટીવન્સન બોરસદના પરિવાર તરફથી ૧૦ ગ્રામ ચાંદીના મેડલ સ્પોન્સર કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટી મંડળ અને બોરસદ પરિવારની મધ્યસ્થી CTM બ્રાન્ચના ચેર પર્સન શ્રીમતી મર્સીબેન પટેલે કરી હતી. ટ્રસ્ટી મંડળ, દરેક બ્રાન્ચના કાર્યકરો, દતામિત્રો, આમંત્રિત મહેમાનો અને શુભેચ્છકો હાજર રહ્યા હતા. બાઈબલ વાંચન પ્રાર્થના અને ગીતો દ્વારા પ્રભુને મહિમા આપવામાં આવ્યો હતો. વચનની સેવા બ્લાઈન્ડમેન હોસ્ટેલના સુપ્રિ. મેજર જયંતિલાલ સાહેબે આપી હતી. આમંત્રિત મહેમાનોમા શ્રીમતી મર્સીબેન પટેલ અને શ્રીમતી રીટાબેન ઓસ્કાર હાજર રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમની એટલી બધી અસર થઈ હતી કે જેના કારણે ૨૦૧૫ ના તેજસ્વી તારલાઓને સન્માનવાને એક મોટા દાતા તરીકે શ્રીમતી રીટાબેન ઓસ્કાર મળ્યા છે. આ દાતા માટે પ્રભુનો પુષ્કળઆભાર, સમગ્ર કાર્યક્રમ આશીર્વાદિત થતા એક બીજાને શુભેચ્છા પાઠવી અલ્પાહાર કરી સહુજનો છુટા પડ્યા હતા.