call us now

9328925734

આ પ્રોજેક્ટનો વિચાર હેલ્પીંગ હેન્ડ્સના પ્રમુખશ્રી એડવિનભાઇના મનમાં આવ્યો કે સંસ્થાના નામ પ્રમાણે મણિપુરના લોકોને પણ સહાયનો હાથ લંબાવીને મદદ કરવી જોઈએ જે વિચારને ટ્રસ્ટના સભ્યોએ પ્રાર્થના સહિત વધાવી લીધો. 

મણીપુરના અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે તારીખ 21-08-2023ના રોજ વાયા મિઝોરમ થઈને ગયા અમે પાંચ વ્યક્તિઓ હતા  મણીપુરના ચુરાચાંદપુર હાલમાં તેનું નવું નામ લમકા છે જ્યાં અમે તારીખ 23 ના રોજ પહોંચ્યા. ત્યાંના રહેવાસી રેવ. હેન્ના સિંગસનના ઘરે અમારી રહેવાની વ્યવસ્થા મિશનરી રવિભાઈએ કરી હતી જેઓ અમારી સાથે દક્ષિણ ગુજરાતથી આવ્યા હતા. ત્યાં પહોંચ્યા બાદ થોડા ફ્રેશ થઈને રેવ. હેન્ના સિંગસન સાથે જુદા જુદા રાહત કેમ્પોની મુલાકાત લીધી અને તેમની જરૂરિયાત વિશે  જાણકારી મેળવી અને રેવ. હેન્નાસાહેબની મદદથી જુદા જુદા વેપારીઓને મળીને જે જરૂરિયાતની વસ્તુઓ હતી તેની ખરીદી કરી જોકે આ દિવસે આખું બજાર બંધ હતું પરંતુ આ સાહેબે અગાઉથી વેપારીઓને જાણ કરી હતી તેથી અમને આ વેપારીઓએ પોતાના વ્યવસાય અમારા માટે ચાલુ કરીને અમને સવલત પૂરી પાડીઅમે વેપારીઓ પાસેથી બ્લેન્કેટ, ચટ્ટાઈ, ટુવાલ, ચોખા, દાળ, ખાંડ, બેબી ફૂડ, તેલ,બિસ્કીટ, ન્હાવા ના સાબુ,  કપડા  ધોવાનો પાવડર, ટુથપેસ્ટ, બટાકા, ડુંગળી જેવી દરેક વસ્તુઓ રાહત કેમ્પ ની જરૂરિયાત મુજબ ખરીદી. આ બધાની માલની ડિલિવરી અમને બીજા દિવસે મળી.

તારીખ 24 ના રોજ અમે દરેક વસ્તુઓની ડિલિવરી લીધી અને ટેમ્પામાં સામાન ભરીને જુદા જુદા 12 કેમ્પોમાં તેમની જરૂરિયાત મુજબની વસ્તુઓને ડિસ્ટ્રીબ્યુટ કરી  


જે દરમિયાન તેમની સાથે વાત કરતા જાણવા મળ્યું કે આ સામગ્રી આપવાની પહેલ ફક્ત આપણા હેલ્પિંગ હેન્ડસ દ્વારા જ કરવામાં આવી છે એક કેમ્પમાં તો 38 કુટુંબો હતા તેમને તો ત્રણ મહિનાથી કશું જ મળ્યું ન હતું. આ રીતે મદદ મળવાથી રાહત કેમ્પના લોકો ખૂબ જ ખુશ હતા અને આપણા સૌનો તેઓ આભાર માનતા હતા એક કેમ્પમાં  તો છેલ્લાં એક જ મહિનામાં 10 બેનોએ બાળકોને જન્મ આપ્યો છે. 


બાથરુમની વ્યવસ્થા ના હોવાથી પુરુષ,સ્ત્રી કે બાળકો બધા બહાર જ સ્નાન કરે છે. એટલે મોટા ટુવાલ પણ આપ્યા. લગભગ 1200 વ્યક્તિઓને અમે મદદ કરી શક્યા.


ત્યાનાં રાહતકેમ્પમાં રહેતાં લોકોની હાલત ખરેખર સારી નથી. 
મણીપુરમાં 160 થી વધારે વ્યક્તિઓના મૃત્યુ થયા છે 800 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે *ઘણા બધા ચર્ચ બાળી નાખવામાં આવ્યા છે *ઘણા બધા ઘરો   સળગાવી નાખવામાં આવ્યા છે અને ઘણા બધા વધારે ગામડાઓને બાળી નાખવામાં આવ્યા છે.ચુરાચાંદપુરમાં 104 રાહત કેમ્પો આવેલા છે. જેમાં 20,619 થી વધારે લોકો રહે છે 60,000 થી વધારે લોકો ઘર વિહોણા બન્યા છે.
Note: *ઘણા બધા = આપણી કલ્પના થી બહુંજ વધારે (કારણોસર સંખ્યા અમે લખી શકતા નથી)

સરકાર ક્યાં સુધી આવા રાહત કેમ્પોમાં  તેઓને રાખશે ? ક્યારે તેમનાં ઘર બાંધી આપશે ? વગેરે પ્રશ્નોતો હજુ છે જ.


ત્યારબાદ અમે જે બે બહેનોની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો તેમને મળવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમાની એક દીકરીની તબિયતના નાદુરસ્ત થવાથી અમને ફક્ત જે 44 વર્ષના બેન હતા તેમના પતિ કે જે આર્મીમેન છે જે 21 વર્ષની દીકરી ના માતાને અને જે આર્મી મેન છે એમને મળીયા હતા. બહુ દુઃખી થઈને આ બંનેએ પોતાની આપવિતી અમારી સમક્ષ રજૂ કરી
હેલ્પીંગ હેન્ડ્સ તરીકે આર્મીમેનના કુટુંબને ₹10,000 રોકડા અને આ બેનને ₹50,000 રોકડાની મદદ કરવામાં આવી  કેમકે તેઓ ઘરબાર વગરના વિધવાબેન બની ગયા છે તેમના ઘરને સળગાવી નાખવામાં આવ્યું છે તેમની કોઈ આવક નથી આ બેનને એટલા માટે આટલી રકમ આપવામાં આવી


અમે તારીખ 26 ના રોજ પરત ફર્યા પણ બોજા સાથે કે હવે પછી આ લોકોનુ શું?


એટલે હેલ્પિગ હેન્ડસ  દ્વારા બીજી ટીમ મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે ટુંક સમયમાં ત્યાં જશે. અમે જે  લોકો ગયા હતા તેમાંથી ત્રણ વ્યક્તિઓ સ્વખર્ચે ગયા હતા. એક વ્યક્તિનો અડધો ખર્ચ અને જે  મિશનરી ભાઈ કે જેમણે અમને મદદ કરી તેમનો પૂરો ખર્ચ સંસ્થા ભોગવશે.